પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારે ઘણા દિવસો બાદ સામાન્ય જનતાને રાહત આપતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ 24 દિવસ પેટ્રોલ-ડિઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવ ઘટાડ્યા છે. આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલ ની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)માં એક લીટર પેટ્રોલનો ભાવ 90.99 રૂપિયા અને એક લીટર ડીઝલનો ભાવ 81.30 રૂપિયા થઈ ગયો છે. મૂળે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત માં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી છે.