અમદાવાદમાં અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે પેટ્રોલ 81.83 પ્રતિલિટર અને ડીઝલ 79.44 પ્રતિ લિટર સુધી પહોંચ્યો છે. જ્યારે ગાંધીનગરમાં પેટ્રોલ 82.01 અને ડીઝલનો ભાવ પ્રતિલિટર 79.62 થયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી ભડકો થયો છે. રાહતની આશા વચ્ચે લોકોને ભાવ વધારાનો સામનો કરવો પડ્યો છે. સોમવારે પેટ્રોલની કિંમતમાં 11 પૈસાનો વધારો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા પહોંચ્યો છે.