છેલ્લા ૬ મહિનાથી પેટ્રોલ-ડીઝલની કાળઝાળ મોંઘવારીનાં ખપ્પરમાં હોમાઈ રહેલી જનતાને રાહત આપતા કેન્દ્ર સરકારે ગુરુવારે પેટ્રોલ-ડીઝલ પર વસુલાતી એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કર્યો છે. ગુરુવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી મંત્રીઓની બેઠક બાદ પત્રકારોને સંબોધતાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર રૂપિયા ૨.૫૦નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ ભાવઘટાડો મધરાતથી લાગુ થશે. જેટલીએ જણાવ્યું હતું કે, સરકારે પેટ્રોલ-ડીઝલ પર વસુલાતી એક્સાઇઝ ડયૂટીમાં પ્રતિ લિટર રૂપિયા ૧.૫૦નો ઘટાડો કર્યો છે, જ્યારે એક રૂપિયાનું નુકસાન ઓઇલ કંપનીઓ વેઠશે. જેટલીએ રાજ્ય સરકારોને વેટમાં રૂપિયા ૨.૫૦નો ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલમાં અપાયેલી રાહત પાંચ રૂપિયા સુધી પહોંચાડવા અપીલ કરી હતી. જેનાં પગલે ૧૧ રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો હતો.