પેટ્રોલ-ડીઝલના ભાર રોજેરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે, ત્યારે આજે શનિવારે અમદાવાદમાં ડીઝલનો ભાવ પહેલી વાર 70 રુપિયાને પાર કરી ગયો છે. અમદાવાદમાં આજે ડીઝલ 70.64 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે શેલના પેટ્રોલ પંપો પર પેટ્રોલ રેકોર્ડતોડ રુ. 75.9 પ્રતિ લિટરના ભાવે અને IOCના પેટ્રોલપંપ પર રુ. 73.77 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.