રાજ્યની 31 જિલ્લા પંચાયત (District Panchayat), 81 નગરપાલિકા (Nagar Palica) અને 231 તાલુકા પંચાયત (Taluka Panchayat)ની યોજાયેલી ચૂંટણી બાદ હાલમાં પરિણામો સામે આવી રહ્યા છે. આ પરિણામોમાં અનેક જગ્યાએ અપસેટ સર્જાયા છે. આ સાથે જ કોર્પોરેશનની ચૂંટણીઓની જેમ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Adami Party)નો ગ્રામ્ય સ્તરે પણ ઉદય થયો છે. બીજી તરફ પેટલાદથી મોટા ન્યૂઝ આવ્યા છે. અહીં કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલ (Niranjan Patel)નો કારમો પરાજય થયો છે. નિરંજન પટેલ પેટલાદ બેઠક પરથી ધારાસભ્ય છે. નિરંજન પટેલે પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5માંથી ઉમેદવારી નોંધાવી હતી.