Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ એક્ટ્રેસ કૃતિ સેનન અને સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’નું  ટીઝર જ્યારથી રિલીઝ થયું છે. ત્યારથી આ ફિલ્મ સતત વિવાદોનો સામનો કરી રહી છે. 2 ઓક્ટોબરના રોજ રામ નગરી અયોધ્યામાં ફિલ્મનું ટીઝર શાનદાર રીતે રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ ટીઝર જોયા બાદ ફિલ્મને લઈને વિવાદો ઓછા થવાનું નામ લઈ રહ્યા નથી. આ ફિલ્મમાં સૌથી વધુ સૈફ અલી ખાનના લુકને લઈ વિવાદ થઈ રહ્યો છે. તેના લુક પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે આ ફિલ્મ માટે મુશ્કેલીઓ ઉભી થતી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા સર્વ બ્રાહ્મણ મહાસભાએ ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતને લીગલ નોટીસ મોકલી છે અને કહ્યું છે કે, તે 7 દિવસની અંદર ફિલ્મોમાંથી વિવાદિત દ્રશ્યો દુર કરે બાકી તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ