અયોધ્યમાં રામ મંદિરના નિર્માણ માટે પ્રસ્તાવિત ભૂમિ પૂજન પર રોક લગાવવાની માગને લઈને અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હીના એક પત્રકારે ભૂમિ પૂજન પર રોક લગાવવાની અરજી દાખલ કરી છે. અરજીમાં રામ મંદિરનું ભૂમિ પૂજનને અનલોક 2ની ગાઈડલાઈનનું ઉલ્લંઘણ ગણાવ્યું છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, અયોધ્યમાં ભૂમિ પૂજન દરમિયાન 300 લોકો ભેગા થશે જે કોવિડના નિયમોની વિરુદ્ધ હશે. આ કાર્યક્રમથી કોરોનાનો ચેપ ફેલવાનો જોખમ વધી જશે. યુપી સરકાર કેન્દ્રની ગાઈડલાઈનમાં છૂટછાટ આપી શકે નહીં.
અરજીકર્તાએ અરજીમાં એક આદેશનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં બકરી ઈદ પર સામૂહિક નમાજને મંજૂરી આપવામાં આવી નથી જેથી કોરોનાને ફેલાવો થાય નહીં. કોર્ટે પિટીશનને સ્વીકારી લીધી છે.