નોબેલ પ્રાઈઝ વિજેતા મહાન વિજ્ઞાની ભૌતિકશાસ્ત્રી પીટર હીગ્સનું ટૂંકી બીમારી બાદ ૯૪ વર્ષે એડીનબર્ગમાં ટૂંકી બિમારી બાદ નિધન થયું છે. આ માહિતી આપતાં એડીનબર્ગ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પીટર મેથીસને જણાવ્યું હતું કે યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ હીગ્સે નવા જ કણ ગૉડ પાર્ટિકલનાં અસ્તિત્વ અંગે ૧૯૬૪માં સૂચન કર્યું હતું. તે પછી ૫૦ વર્ષે ફ્રાંસના જ્યુરા માઉન્ટમાં બોગદું પાડી રચેલા લાર્જ રેડ્રોન કોલાઈડરમાં અત્યંત તીવ્ર ઉર્જામાંથી જન્મેલા ગૉડ પાર્ટિકલ ની હીગ્સે આપેલી થીસીસ સાબિત થઈ હતી.