બિહાર વિધાનસભાની ચૂંટણી અને ૧૧ રાજ્યોમાં યોજાઇ રહેલી પેટાચૂંટણીઓ માટે ગૃહમંત્રાલયે ગુરુવારે ૧૫મી ઓક્ટોબર પહેલાં રાજકીય સભાઓ યોજવા માટે સુધારેલી ગાઇડલાઇન જારી કરી છે. હવે રાજકીય રેલી અને સભામાં ૧૦૦ કરતાં વધુ વ્યક્તિઓને એકઠી કરી શકાશે. જો રાજકીય રેલી કે સભાનું આયોજન બંધ ઇમારતમાં કરવામાં આવે તો ઇમારતની ક્ષમતાથી ૫૦ ટકા લોકોને તેમાં પરવાનગી આપવામાં આવશે. આ નવી સુધારેલી ગાઇડલાઇન ફક્ત જે જિલ્લાઓમાં આગામી દિવસોમાં ચૂંટણીઓ યોજાવાની છે તેમને જ લાગુ થશે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર જે તે વિસ્તારની હાલની સ્થિતિની સમીક્ષા કરીને ગાઇડલાઇન તૈયાર કરી શકશે.