કોરોના મહામારીના પ્રસારને અટકાવતા પગલાંના ભાગરૂપે કેન્દ્ર સરકારે રવિવારે સિનેમાહોલ અને થિયેટર માટે સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરી હતી. નવી એસઓપી અનુસાર કેન્દ્ર સરકારે સિનેમાહોલ અને થિયેટરને ૧૦૦ ટકા પ્રેક્ષક ક્ષમતા સાથે ફિલ્મો પ્રદર્શિત કરવાની પરવાનગી આપી દીધી છે. સોમવારથી દેશભરમાં સિનેમાહોલ અને થિયેટર ૧૦૦ ટકા પ્રેક્ષક ક્ષમતા સાથે કામ કરી શક્શે પરંતુ ઓડિટોરિયમની બહાર કોમન એરિયા અને વેઇટિંગ એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. મલ્ટિપ્લેક્સને ભીડ એકઠી થતી અટકાવવા માટે શો ટાઇમિંગ અલગ અલગ રાખવાની તાકીદ કરાઇ છે. સિનેમાહોલ, થિયેટર અને મલ્ટિપ્લેક્સે ઇન્ટરવલનો સમય લાંબો રાખવાનો રહેશે જેથી ઓડિટોરિયમમાં બેઠેલા પ્રેક્ષકો વારાફરથી બહાર જઇ શકે.