અમેરિકન મલ્ટીનેશનલ પેપ્સીકો કંપની દ્વારા બટેટાની એફસી-5 જાતની ગેરકાયદે ખેતી કરવા બદલ 9 જેટલા ખેડૂતો ઉપર પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઈટી અને ફોર્મર્સ રાઈટ એક્ટ, 2001 અંતર્ગત કેસ કરવામાં આવ્યા છે. જો કે આ કેસ ખોટી રીતે કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે બુધવારે ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યના વિવિધ કિસાન સંગઠનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી આ કેસને પાછા ખેંતવાની માગ કરવામાં આવી હતી.
ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબુભાઈ પટેલે જણાવ્યું કે, કાયદાની સમજ વિના તેનો દૂરઉપયોગ કરી બટેટાનની ખેતી અને વેફરના ધંધામાંથી હરીફોને દૂર કરવા પેપ્સી કંપનીએ આવી ચેષ્ટા કરી છે. જતન સંસ્થાના કપિલ શાહે જણાવ્યુ હતું કે, ટ્રીપ્સ હેઠળ બૌદ્ધિક સંપદા અધિકાર અંગે ભારતમાં આગવી વ્યવસ્થા કરેલ છે અને પીપીવીએન્ડએફઆરઆર 2001 એક્ટના સેક્શન 39(1), (4)માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે, ખેડૂતોના અધિકારોને વિશેષ પ્રાધાન્ય સાથે કાયમી રીતે અંકે કરવામાં આવ્યા છે.