અમેરિકાની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની બિટકોઈનમાં કારનું પેમેન્ટ સ્વીકારવાની જાહેરાતથી ક્રિપ્ટો કરન્સી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. જોકે, ભારતમાં લોકો, વેપારીઓ અને કંપનીઓ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરી શકશે નહીં. એટલું જ નહીં જે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરશે તેને દંડ થશે તેમ કેન્દ્ર સરકારના ડિજિટલ કરન્સી અંગેના સૂચિત કાયદામાં જણાવાયું છે. કેન્દ્ર સરકાર હાલ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દેશમાં રજૂ કરાનારી નવી ડિજિટલ કરન્સી સંબંધે કાયદો બનાવી રહી છે, જેમાં આ ઉલ્લેખ છે.