બિહારમાં જે લોકો જંગલરાજ લાવ્યા હતા તેઓ નથી ઇચ્છતા કે લોકો ભારત માતા કી જય અથવા જય શ્રીરામ બોલે, તેમ વડા પ્રધાન મોદીએ બિહારના સહરસામાં ચૂંટણીસભાને સંબોધન કરતા જણાવ્યું હતું. મંગળવારે બિહારમાં ત્રીજા તબક્કાના ચૂંટણીપ્રચારમાં વડા પ્રધાને ફોર્બસગંજ અને સહરસામાં બે રેલીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોકોએ એનડીએની સરકારને ફરી ચૂંટવાનું નક્કી કરી લીધું છે. મોદીએ જણાવ્યું હતું કે NDAએ લોકોની જરૂરિયાત સંતોષવા એક દાયકાથી કામ કર્યું છે અને હવે તેમની આકાંક્ષાઓની સંભાળ લેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.