દેશમાં ન્યાયિક સંસ્થાઓ દ્વારા અપાતા અસંગત ચૂકાદાઓના કારણે ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ ઊઠી રહ્યો છે અને તેનાથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠા પર ગંભીર અસર પડે છે તેમ જણાવતા સુપ્રીમ કોર્ટે ચૂકાદાઓ લખતી વખતે કોર્ટોને ફોર્મ્યુલા આધારિત માર્ગદર્શિકાઓને અનુસરવા જણાવ્યું હતું. ન્યાયાધીશો ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચે કહ્યું કે બધી જ ન્યાયિક સંસ્થાઓની જવાબદારી છે કે સમાજના નબળા લોકોના ચૂકાદા સંભળાવતી વખતે વિશેષ સાવધાની રાખે. વિશેષરૂપે દિવ્યાંગ હોય અથવા જોઈ ન શકતા હોય તેવા લોકો પ્રત્યે અદાલતોએ વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે.