ભારતે પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકનો રાજકીય લાભ મળશે તેમ કર્ણાટક ભાજપના પ્રમુખ બી એસ યેદિયુરપ્પાએ કહ્યુ છે. જેના પગલે ભારે વિવાદ સર્જાયો છે. યેદિયુરપ્પાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો ભારત દ્વારા કરવામાં આવેલા બોમ્બ મારા બાદ આખા દેશમાં PM મોદીની લહેર ચાલી રહી છે અને તેનાથી ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે.
સાથે જ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે, એર સ્ટ્રાઈકના કારણે ભાજપને કર્ણાટકમાં 28માંથી 22 લોકસભા બેઠકો પર જીત મળશે. સરકારની પાકિસ્તાન સામેની કાર્યવાહીથી લોકોમાં ખૂબ જ જોશ જોવા મળી રહ્યો છે.
જોકે યેદિયુરપ્પાના નિવેદનને કર્ણાટક કોંગ્રેસે શરમજનક ગણાવ્યુ હતું. પૂર્વ CM સિધ્ધારમૈયાએ કહ્યુ હતુ કે, વોટ મેળવવા માટે ભાજપની યોજના જાણીને હું હેરાન છું. એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે અને ભાજપ ચૂંટણીમાં ફાયદાની ગણતરી કરી રહ્યુ છે. કોઈ પણ દેશભક્ત વ્યક્તિ સૈનિકોની શહીદી પર આ પ્રકારનો ફાયદો લેવાનુ વિચારી શકે નહી આવો વિચાર કોઈ દેશદ્રોહી જ કરી શકે છે. હવે આરએસએસનુ આ માટે શું કહેવુ હશે? શહીદોના પરિવારજનોના આંસુ હજી રોકાયા પણ નથી અને સીટોની ગણતરી થવા માંડી છે. આ બહુ જ શરમનજક વાત છે.