ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં હવે લોકોને ઔરંગઝેબનું રાજ નથી જોઈતું. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધન અંગે તેમણે કહ્યું કે રાજ્યના લોકોએ વંશવાદ અને પારિવારિક રાજનીતિને તિલાંજલિ આપી છે. લોગો હવે જાણે છે કે આ અવસરવાદ અને સમજૂતિનું ગઠબંધન છે.