દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાની સ્થિતિને અંકુશમાં રાખવા, ક્રમશ: સંક્રમણ ઘટાડવા અને સોશ્યલ ડીસ્ટન્સની સ્થિતિ જાળવી રાખવા માટે હવે રાજય સરકારની સૂચના મુજબ દરેક મુંબઈવાસી તેના નિવાસસ્થાનથી બે કિલોમીટર સુધી જ જઈ શકશે... તે નિશ્ચિત કરતા અને પોલીસે તેનો કડક અમલ શરુ કરતા અહી જબરી અફડાતફડી સર્જાઈ છે.
જો કોઈ વ્યક્તિ નરીમાન પોઈન્ટ પર રહેતા હોય તો તેઓ મરીન ડ્રાઈવ પર વોકીંગ માટે પણ જઈ શકે નહી તેવી સ્થિતિ છે. મુંબઈમાં લોકડાઉન હળવું થયા બાદ જે રીતે વ્યાપક રીતે ટ્રાફીક જામ જેવી સ્થિતિ બની રહે છે અને સંક્રમણ વધવાની શકયતા છે તેથી આ પ્રકારના પ્રતિબંધાત્મક આદેશો અમલી બનાવાઈ છે. જો કે ફકત જોબ-રાઈડ કે પછી સામાન્ય કામકાજ માટે જ ફરતા લોકોને આ રીતે પ્રતિબંધીત કરાયા છે. જે સરકારી-ખાનગી ઓફીસોમાં કામકાજ શરુ થયુ છે તેઓને અવરજવરની છૂટ છે.