અમદાવાદ શહેરમાં આડેધડ લેવાતા નળ- ગટરના જોડાણોના કારણે પ્રદુષિત પાણીની સમસ્યામાં વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સત્તાવાર અહેવાલ મુજબ છેલ્લાં એક મહિનામાં 214 સ્થળોએથી પ્રદુષિત પાણી મળી આવ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વિકટ બની છે. મે મહિનાના પ્રથમ અઠવાડિયે જ શહેરમાં પાણીજન્ય રોગોના 223 કેસ નોંધાયા હતા.