ગુજરાતમાં કોરોનાએ માઝા મુકી છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં રેડઝોનમાં વસતા લોકોએ ચેતી જવાની જરૂર છે. જો હવે નહીં ચેતો તો પરિસ્થિતિ ગંભીર આવી શકે છે.
- રેડ ઝોન માટે ચેતી જવાનો સમય
- કેસની સંખ્યા વધશે તો નવા કન્ટેઈન્મેન્ટ વિસ્તાર બનશે
- ઓરેન્જ ગ્રીન ઝોનમાં ડિસ્ટન્સિંગ નહીં જળવાય તો કાર્યવાહી
રાજ્યમાં કાયદો વ્યવસ્થા મુદ્દે DGP શિવાનંદ ઝાએ ડિજિટલ પ્રેસ યોજી હતી જેમાં તેમણે ચેતવણી આપી હતી કે રેડઝોનમાં ખરેખર ચેતી જવાની જરૂર છે. આજથી લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો છે. લોકડાઉન અંગે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે નિતી ઘડાઈ છે.
રેડ ઝોનમાં આવતા વિસ્તારોએ ચેતી જવાની જરૂર
રાજ્યના કન્ટેનમેન્ટ વિસ્તારોની બહાર CCTV, વીડિયોગ્રાફી થશે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં જતા તમામ વાહનો અને વ્યક્તિની તપાસ થશે. જો કેસોની સંખ્યા વધશે તો નવા કન્ટેઈન્મેંટ વિસ્તાર બનશે. દાખલા તરીકે મણીનગરમાં નવો કન્ટેન્ટમેન્ટ એરિયા બનાવવો પડ્યો છે.