વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે ઉમેદવારીપત્ર ભરશે. પીએમ મોદી સવારે 11.30 કલાકે ઉમેદવારીપત્ર ભરશે. પીએમ મોદીના નામાંકનમાં સામેલ થવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વારાણસી પહોંચ્યા છે. અહીં તેમણે કાલ ભૈરવના મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. ભાજપના સહયોગી દળના નેતાઓ પણ વારાણસી પહોંચી ગયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ નેતાઓ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા બૂથ કાર્યકરોને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું. હું પણ બૂથ કાર્યકર રહી ચૂક્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટર ચિપકાવવાની તક મળી હતી. તેમણે કહ્યું કે હું ગંદામાં ગંદા કચરામાંથી ખાતર બનાવું છું અને તેનાથી જ કમળ ખિલવું છું.
પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકો જ કહી રહ્યાં છે કે ફરી એકવાર મોદી સરકાર. આ વખતે જનતા ચૂંટણી લડી રહી છે. જનતા 5 વર્ષના અનુભવના આધારે અનેક આશા, આકાંક્ષા લઈને આપણી સાથે જોડાઈ ગઈ છે. જનતાએ સમગ્ર દેશનું રાજનીતિક ચરિત્ર બદલી નાખ્યું છે. બૂથ કાર્યકરોને પ્રોત્સાહિત કરતા તેમણે એમ પણ કહ્યું કે એક કામ જે હું ન કરી શક્યો તે તમે કરી શકો તેમ છે.