પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી બુધવારે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. મમતા બેનરજી પોતાની કારના દરવાજે ઊભા હતા તે સમયે કારના દરવાજાને કથિતરૃપે ધક્કો વાગવાથી તેમને પગમાં ગંભીર ઈજા થઈ હતી. મમતાના પગમાં પ્લાસ્ટક બંધાયું છે. તેમને થોડોક તાવ આવે છે અને તેમના લોહીમાં સોડિયમનું પ્રમાણ ઓછું છે. તેમને શરીરમાં કેટલીક જગ્યાએ ગંભીર ઈજા થઈ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત સ્થિતિમાં પણ મમતાએ તૃણમૂલના કાર્યકરો અને લોકોને કહ્યું હતું કે, હું વ્હિલચેર પર પણ ચૂંટણી પ્રચાર માટે આવીશ. તેમણે કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.