સુરત ઓલપાડ તાલુકાના સાયણ ગામે ગણેશ વિસર્જન સમયે મોડી સાંજે બેફામ રીતે કાર હંકારીને જતા ચેતન રાવલ નામના કાર ચાલકને સ્થાનીકોએ રોક્યો હતો. લોકોએ સમજાવટ કરવા જતા કાર ચાલકે આવેશમાં આવીને સ્થાનિકો ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેથી રોષે ભરાયેલ લોકોએ કાર સળગાવી હતી. કારચાલકે જે લોકો પર હુમલો કર્યો તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.