કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે 3 મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન આપવામાં આવ્યું છે. આ લૉકડાઉનનો ચુસ્ત અમલ થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જાળવી રાખવું વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યું છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી સામે આવ્યો, જેમાં લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરાં ઉડતા જોવા મળ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કેશોદના માંગરોળ રોડ, શાક માર્કેટ વિસ્તાર, વેરાવળ રોડ, સોની બજાર સહિત અન્ય વિસ્તારોમાં જાણે કોરોનાનો કોઈ ડર જ ના હોય તેમ લોકો બિન્દાસ્ત બહાર નીકળી ગયા હતા. જોકે હજી સુધી કેશોદ તાલુકામાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી.
ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાની અસર ઓછી હોય તેવા જિલ્લા કે તાલુકા વિસ્તારોમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી છે, પરંતુ કેશોદના લોકો તો જાણે લૉકડાઉન ખૂલી ગયું હોય તેમ છૂટથી બહાર નીકળી પડ્યા હતા.