વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોનાથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા, જેમાં દિલ્હી, ગુજરાત, બંગાળ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય સરકારોને જાગૃત રહેવા જણાવ્યું હતું. આ બેઠક બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના સામે લડાઈ લાંબી ચાલવાની છે તેથી સાથે મળી જાગૃતિ સાથે કામ કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરના દેશોમાં રસી પર કામ ચાલી રહ્યું છે તે તમામ પર ભારત સરકારની નજર છે. હાલ રસી કોને પહેલા અપાશે, કિંમત શું હશે તેના ડોઝ કેટલા હશે તે નક્કી નથી.