ધોરાજીમાં છેલ્લા 4 વર્ષથી ચાલતા ભૂગર્ભ ગટર ને પાણીની પાઈપલાઈના કામથી ત્રાસેલા નાગરિકોએ ભાજપના કાર્યાલય પર હલ્લાબોલ કર્યો. અવેડા ચોકમાં આવેલા કાર્યાલયમાં ઘૂસી લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. નગરપાલિકામાં ચાર વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં રસ્તાની બિસમાર હાલતથી લોકોમાં ભારે રોષ છે. આ મુદ્દે પ્રબુદ્ધ નગરજનોની બેઠક પણ મળી હતી અને હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ અપાઈ.