અલીગઢમાં એક મહિલા જજને ઓફિસમાં પટ્ટાવાળો ગ્લાસમાં થૂંકીને પાણી પીવા માટે આપતો હતો. મહિલા જજે તેની આ હરકત પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. અલીગઢનો આ વીડિયો વાઈરલ થયા બાદ આરોપી પટ્ટાવાળાને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જેની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ કેસમાં આરોપી પટ્ટાવાળાને સસ્પેન્ડ કર્યા બાદ નોટિસ મોકલવામાં આવી છે.