અમદાવાદ જિલ્લામાં નર્મદા યોજનાની નહેરોની બાકી કામગીરી અંગે વિધાનસભામાં માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે 31-12-2017ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં નર્મદા યોજનાની વિશાખા નહેરોની 79.336 કિલોમીટર, પ્રશાખા 600.969 કિમી અને પ્રપ્રશાખાની 2430.342 કિમી સહિત કુલ 3110.647 કિલોમીટર લંબાઈની નહેરોનું કામ બાકી છે. તેમાં પણ જમીન સંપાદન સહિતની અનેક કામગીરી બાકી છે. જેને વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન છે.