પેગાસસ જાસૂસી કેસ મામલે આજ રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે આ કેસની તપાસ કરી રહેલી ટેક્નિકલ કમિટીનો કાર્યકાળ 4 સપ્તાહ માટે લંબાવી દીધો છે. કમિટીએ પોતે જ તપાસ માટે વધારે સમયની માગણી કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે પેગાસસ કેસની તપાસ કરી રહેલી જસ્ટિસ રવીંદ્રન સમિતિનો કાર્યકાળ 4 સપ્તાહ માટે લંબાવી દીધો છે.
પેગાસસ મામલે CJI જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચમાં સુનાવણી થઈ હતી. સુનાવણી શરૂ થઈ એટલે CJIએ ટેક્નિકલ કમિટીના રિપોર્ટ અંગે જણાવ્યું કે, કમિટીએ અનેક ટેક્નિકલ મુદ્દે તપાસ કરી છે. તપાસ દરમિયાન કમિટીને 29 ઉપકરણો અને કેટલાક પુરાવાની તપાસ અને વધુ પુછપરછ માટે કહેવામાં આવ્યું.