વિશ્વભરના ૧૬ ટોચના મીડિયા ઓર્ગેનાઈઝેશનના ઈન્વેસ્ટિગેશન રીપોર્ટમાં પીગાસસ સ્પાયવેર મુદ્દે ચોંકાવનારા ખુલાસા થયા હતા. પીગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી હતી.
પીગાસસ ફોન ટેપિંગ મુદ્દે દુનિયાભરમાં ભારે હોબાળો મચ્યો છે. ૧૬ મીડિયા ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચાર ખંડના ૪૫ દેશોમાં જાસૂસી કરવામાં આવી હતી. પીગાસસની મદદથી દુનિયાના પહેલી હરોળના ૫૦ હજાર લોકોના ફોન ટેપ થયા હતા.
૪૫ દેશોના ટોચના રાજકારણીઓ, રાજદૂતો, પત્રકારો, સામાજિક કાર્યકરો, લશ્કરી અધિકારીઓ સહિતના ૫૦ હજાર લોકોના ફોન ટેપ થયાનો દાવો કરાયો છે. અહેવાલમાં તો ત્યાં સુધી કહેવાયું હતું કે આ લોકોની જાસૂસી માટે ૧૦ દેશોની સરકારે કામ સોંપ્યું હતું.