પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમણની બેન્ચ પાંચ ઓગસ્ટે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશિ કુમાર તરફથી અરજી દાખલ કરીને સ્વતંત્ર તપાસની માગ કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમણની અધ્યક્ષતા વાળી બેન્ચ સામે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યુ કે આ મામલે સુનાવણીની જરૂર છે. આ નાગરિકોની સ્વતંત્રતા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. આની સુનાવણી જલ્દી થવી જોઈએ. સિબ્બલે પ્રધાન ન્યાયાધીશની સામે જણાવ્યુ કે સરકારે પેગાસસ સ્પાઈવેરનો ઉપયોગ કરીને વિરોધી દળના નેતાઓ, પત્રકાર અને જજના ફોન ટેપ કર્યા છે. આની અસર ના માત્ર દેશમાં પરંતુ વિદેશોમાં પણ થઈ છે. આની પર ચીફ જસ્ટિસ રમણે આગામી અઠવાડિયે સુનાવણી કરવાની વાત કરી હતી.