પેગાસસ જાસુસી વિવાદ વકરતો જાય છે. હવે ખુદ ભાજપના જ સાથી પક્ષો આ સમગ્ર મામલાની તપાસની માગણી કરી રહ્યા છે. બિહારમાં એનડીએમાં સામેલ જદ(યુ)ના નેતા અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ હવે પેગાસસ જાસુસી મામલે તપાસની માગણી કરી છે.
અગાઉ નિતિશ કુમારે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે હવે તપાસની માગણી કરી નાખી છે. બિહારના મુખ્યમંત્રીને જ્યારે આ મામલે તપાસ થવી જોઇએ કે કેમ તેવો સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે તપાસ તો થવી જ જોઇએ. ટેલિફોન ટેપિંગની વાત ઘણા સમયથી ચર્ચામાં છે. એવામાં તેની તપાસ પણ થવી જ જોઇએ. સાથે તેના પર ચર્ચા પણ થવી જોઇએ.