સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. સીજેઆઈ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ અંગે સુનાવણી કરી હતી. સીજેઆઈએ જણાવ્યું કે, રિપોર્ટ પ્રમાણે 29માંથી 5 ફોનમાં માલવેર મળી આવ્યા છે. જોકે તે પેગાસસ સ્પાયવેર જ છે તેમ ન કહી શકાય.
તે મામલે તપાસ માટે રચવામાં આવેલી એક્સપર્ટ કમિટીએ સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પેગાસસ મામલે જણાવ્યું કે, 3 ભાગમાં રિપોર્ટ પ્રસ્તુત કરાયો છે. ટેક્નિકલ સમિતિના 2 રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ આરવી રવીન્દ્રનની દેખરેખ સમિતિનો એક રિપોર્ટ સામે રાખવામાં આવ્યો છે.