આજે પેગાસસ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે 'તેમની પાસે કોર્ટથી છૂપાવવા માટે કશું નથી'. સુપ્રીમ કોર્ટે પેગાસસ સ્પાયવેર મામલે તપાસની માગણી કરતી અરજીઓ પર સુનાવણી દરમિયાન સરકારને નોટિસ પણ પાઠવી અને 10 દિવસની અંદર જવાબ દાખલ કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે સરકારે એ આરોપો પર જવાબ આપવો જોઈએ જેમાં કહેવાયું છે કે ઈઝરાયેલી સ્પાયવેરનો ઉપયોગ અલગ અલગ ફોન પર કરાયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા મળ્યા બાદ જ તપાસ માટે સમિતિ બનાવવાનો નિર્ણય કરશે.