દિલ્હીની સરહદો પર છેલ્લા ૧૬ દિવસથી ચાલી રહેલું ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ છે. ૧૨મી ડિસેમ્બરે ધોરીમાર્ગો ચક્કાજામ કરવા અને ૧૪મી ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી ધરણાના ખેડૂતોના કાર્યક્રમોમાં હાજર રહેવા ૨૬મી નવેમ્બરથી ખેડૂતોની દિલ્હી કૂચમાં નહીં જોડાનારા ખેડૂત સંગઠનોએ પણ હવે આંદોલનમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત પંજાબના અમૃતસરથી ૭૦૦ ટ્રેક્ટર ટ્રોલી સાથે ૫૦,૦૦૦ ખેડૂતોએ શુક્રવારે દિલ્હી તરફ કૂચ શરૂ કરી હતી. શુક્રવારે સવારે જથ્થામાં સામેલ થવા માટે અમૃતસર, તરનતારન અને ગુરદાસપુર, ફિરોઝપુર, જલંધર, કપૂરથલા, મોગા અને ફાજિલ્કા જિલ્લાના ખેડૂતોના જથ્થા અમૃતસર પહોંચ્યાં હતાં.