રશિયાના કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. ભારત અને ચીને લદ્દાખ સરહદેથી પોતપોતાના સૈન્યને પરત લઇ લેવા થયેલી સમજૂતી બાદ મોદી અને જિનપિંગ વચ્ચે આ બેઠક યોજાઇ હતી. સરહદે શાંતિ અને સ્થિરતા જળવાઇ રહે તે આપણી પ્રાથમિકતા હોવી જોઇએ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. જ્યારે જિનપિંગે પણ સરહદે શાંતિ સ્થાપવાની વાતો કરી હતી