કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક અંગ્રેજી અખબારમાં આર્ટિકલ લખીને કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક ચાબખા માર્યા છે.
આ લેખમાં સોનિયા ગાંધીએ કહ્યુ છે કે, દેશમાં નફરત અને વિભાજનનો વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે. જે તમામને નુકસાન પહોંચી રહ્યો છે. કેન્દ્રમાં સત્તા પરની પાર્ટી ઈચ્છી રહી છે કે, ભારતમાં લોકો ધ્રુવીકરણની સ્થિતિને કાયમી ધોરણે સ્વીકારી લે.પહેરવેશથી માંડીને ધાર્મિક આસ્થા સુધીની તમામ બાબતોમાં લોકોમાં ભાગલા પડાવવાની કોશિશ થઈ રહી છે. અસમાજીક તત્વનો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.દુશ્મનીને પ્રોત્સાહન આપવા માટે ઈતિહાસની વ્યાખ્યા બદલવાની કોશિશ થઈ રહી છે. યુવાઓનો ઉપયોગ દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં કરવાની જગ્યાએ કપોળ કલ્પિત ભૂતકાળનો ઉપયોગ કરીને વર્તમાન સમયને નવુ જ સ્વરુપ આપવા માટે કરાઈ રહ્યો છે. આ માટે તેમના સમય અને સંપત્તિનો પણ દુરપયોગ કરવામાંઆવી રહ્યો છે.ભારતની વિવિધતાને લઈને પીએમ ચર્ચા તો બહુ કરે છે પણ હકીકત એ છે કે, જે વિવિધતાઓએ સદીઓથી આપણા સમાજને વધુ સમૃધ્ધ બનાવ્યો છે તેમાં બદલાવ કરીને આપણા ભાગલા પાડવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.