ભારતના દિવ્યાંગ ખેલાડીઓની ટીમે પીડી (ફિઝિકલી ડિસએબલ્ડ) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી છે. ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ઇંગ્લેન્ડને 79 રનથી હરાવી ચેમ્પિયન બની ગઇ છે. ટી20 ફોર્મેટમાં રમાયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 197 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ 118 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.