તાજેતરમાં જ દેશની સૌથી મોટી બેંક SBIએ સેવિંગ એકાઉન્ટની જમા રાશિ પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે પેટીએમ પેમેન્ટ બેંકે પણ સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. પેટીએમ પેમેન્ટ બેંકે સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો કરી 3.5 ટકા કરી દીધો છે. પેટીએમ બેંક તરફથી જણાવવામાં આવ્યું કે, આ ઘટાડો 1 નવેમ્બરથી લાગુ થશે.