Paytm પેમેન્ટ્સ બેંક સાથે સંકળાયેલા ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા. RBIએ 29મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધી ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટે Paytm પેમેન્ટ્સ બેંકની સમયમર્યાદા લંબાવી દીધી. તેમજ Paytm એ તેનું મેઈન એકાઉન્ટ Paytm પેમેન્ટ્સ બેંકમાંથી એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કર્યું છે. Paytm એ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે Axis Bank સાથે પાર્ટનરશિપ કરી છે જેથી વેપારીઓ માટે પેમેન્ટ સેટલ કરી શકાય. કંપનીએ કહ્યું કે One97 કોમ્યુનિકેશને તેનું નોડલ એકાઉન્ટ એસ્ક્રો એકાઉન્ટ દ્વારા એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કર્યું છે.