વિપક્ષ અને સત્તાપક્ષ બન્ને રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વિપક્ષે શરદ પવારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની વિનંતી કરી હતી. જોકે શરદ પવારે તેને સ્વિકારવાની ના પાડી દીધી હતી. નવી દિલ્હીમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં શરદ પવારે વિપક્ષના આ પ્રસ્તાવને નકારી દીધો હતો.
મમતા બેનરજીએ દિલ્હીમાં જે બેઠક બોલાવી હતી તેમાં ૧૭ વિપક્ષો જોડાયા હતા. આ બેઠકમાં કોંગ્રેસ, એનસીપી, સપા, ડીએમકે, શિવસેના, આરજેડી અને ડાબેરી પક્ષો હાજર રહ્યા હતા. બે કલાક સુધી આ બેઠક ચાલી હતી જેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને ૧૦ રાજ્યોની વિધાનસભાની તેમજ લોકસભાની ચૂંટણીની ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં આમ આદમી પાર્ટી, અકાળી દળ, એઆઇએમઆઇએમ, ટીઆરએસ અને બીજેડીના નેતાઓ હાજર નહોતા રહ્યા.