-
પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા 12 નવે.ના રોજ મહિલા સાયકલ સાહસ પરિક્રમાનું આયોજન કરાયું છે, જેમાં 108 મહિલાઓ સાયકલ લઇને 44 કિ.મી.ની પરિક્રમા વખતે દુર્ગમ જંગલ વિસ્તારમાંથી પસાર થઇને આસપાસના ગામોમાં જશે અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાન જાગૃતિ,મહિલા જાગૃતિ અને જંગલોના રક્ષણ તથા પર્યાવરણની જાળવણીનો સંદેશો આપશે. પરિક્રમાનું નેતૃત્વ કન્વીનર ભાવનાબેન જોષી લેશે.