સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે ચેન્નઈના પોર્ટ ટ્રસ્ટમાં કોસ્ટગાર્ડ દળોના પેટ્રોલિંગ જહાજ વરાહનું જળાવતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સ્વદેશી એચએએલમાં વિકસિત બે એન્જિન ધરાવતા હેલિકોપ્ટરોના સંચાલનની ક્ષમતા છે. આ જહાજમાં એડવાન્સ નેવિગેશન અને કોમ્યુનિકેશન સાદનો, સેન્સર અને મશીનરીનો ઉપયોગ કરાયો છે. તેમાં 30 મિ.મી. અને બે 12.7 મિ.મી. નેવલ ગન પણ છે. આ જહાજની મહત્તમ ઝડપ 26 નોટિકલ માઈલ છે. તેમાં ઈન્ટિગ્રેટેડ બ્રિજ સિસ્ટમ, ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટ, ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ અને ફાઈટિંગ સિસ્ટમ પણ છે. ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટથી તે 20 દિવસ સુધી ફ્યૂલ વિના પણ કામ કરી શકશે. તે પોતાની સાથે ચાર મોટા કાફલા લઈને જશે, જેનો ઉપયોગ શોધખોળ, બચાવકાર્ય અને પેટ્રોલિંગમાં થશે. વરાહ નામ પુરાણોમાંથી લેવાયું છે, જે ત્યાગ, ધરતીની સુરક્ષા અને સૌહાર્દ અને તાકાત જાળવી રાખવાના સિદ્ધાંતની યાદ અપાવે છે.