બિહારના પટના જિલ્લાની એક ખાનગી શાળાના આચાર્ય અને ક્લાર્કની ધોરણ પાંચની ૧૨ વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાના આરોપસર ધરપકડ કરાઈ છે. બળાત્કારનો આ સિલસિલો નવ મહિના સુધી ચાલ્યો હતો અને વિદ્યાર્થિની ગર્ભવતી બની હતી. શાળાના ક્લાર્કે વિદ્યાર્થિની પર બળાત્કારની વીડિયો ક્લિપ બનાવી હતી અને તેના આધારે તેને બ્લેકમેલ કરી રહ્યો હતો.
બુધવારે આ વિદ્યાર્થિની શાળામાંથી છૂટીને ઘેર ગઈ ત્યારે તેને ઊલટીઓ થવા લાગી હતી, તેથી તેનાં માતા-પિતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં, જ્યાં ડોક્ટરોએ વિદ્યાર્થિનીને ગર્ભવતી જાહેર કરતાં પોલીસને જાણ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું હતું કે, બિહારના પટના જિલ્લાના ફુલવારી શરીફ ખાતે આવેલી શાળાનો આચાર્ય છેલ્લા ૯ મહિનાથી ચાકુ બતાવીને વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારી રહ્યો હતો.