ગુજરાત ભાજપનો થોડા દિવસ પૂર્વે પદભાર સંભાળનાર સાંસદ સી.આર. પાટીલે પક્ષમાં ગેરશિસ્ત આચનારાઓ સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાઓમાં હોદ્દેદારોની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર મેન્ડેટનો અનાદર કરનારા 38 સભ્યોને એક ઝાટકે સસ્પેન્ડ કરી દીધા છે. તાજેતરમાં પાટીલે સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જૂથબંધી અને કોઇ નેતાનો ઝભ્ભો પકડીને આગળ વધવાની ખેવનાર ધરાવનારા કાર્યકરોને શિસ્તમાં આવી જવાનો ગર્ભિત ઇશારો કર્યો હતો. પાટીલે બે દિવસ પૂર્વે જ યોજાયેલી ચૂંટણીમાં ખેડબ્રહ્મા, હારીજ, થરાદ, રાપર, ઉપલેટા, તળાજા એમ છ નગરપાલિકાના 38 સભ્યોને હાંકી કાઢ્યા છે. આ પાલિકાઓમાં બળવો થવાને લીધે ભાજપને સત્તા ગુમાવવી પડી છે.
17-18 ઓગસ્ટ દરમિયાન નવા પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં કુલ 55 પાલિકાના પદાધિકારીઓના નામોની પસંદગી કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા સ્તરેથી આવેલા નામો, રજૂઆતોને ચર્ચા વિચારણાના અંતે આખરી કરાયા હતા. ચાલુ સપ્તાહે પાલિકાઓમાં બાકીના અઢી વર્ષ માટે પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં ચાર પાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ ગેરહાજર રહીને અથવા તો વિપક્ષની દરખાસ્તને ટેકો આપીને સત્તા ઉથલાવી દીધી હતી. જ્યારે રાપર અને ઉપલેટા પાલિકામાં તો સભ્યોએ બળવો કરી કોંગ્રેસના ટેકાથી સત્તા પર કબ્જો જમાવી લીધો હતો. આને કારણે છ પાલિકામાં ભાજપને સત્તા ગુમાવવી પડી હતી. જોકે, ભાજપે ચાર પાલિકામાં બહુમતી ન હતી એમ છતાં પોતાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન ચૂંટી સત્તા મેળવવામાં સફળતા મેળવી છે.
આ અંગેનો રિપોર્ટ જિલ્લા સ્તરેથી આવ્યા પછી પાટીલે બુધવારે દિલ્હી જતાં પહેલાં મેન્ટેટનો અનાદર કરી બળવો કરનારા 38 સભ્યોને દરવાજો દેખાડી દેવાનો નિર્ણય કર્યો હતો. એમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટની ઉપલેટા પાલિકાના 14 સભ્યો, કચ્છની રાપર પાલિકાના 13 સભ્યો, ખેડબ્રહ્મા અને તળાજાના બે-બે, હારીજના ચાર અને થરાદના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે.