ઊંઝાથી નીકળેલી પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા આજે વડોદરા પહોચી હતી. કોયલી ગામેથી આ યાત્રા વડોદરામાં પ્રવેશી હતી અને ત્યાંથી ઉંડેરા ગામ થઇ વડોદરાના વિવિધ વિસ્તારો ફરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ ધ્વારા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થનાર ૧૫ પાટીદારોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુ સર ઊંઝાથી કાગવડ સુધીની પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રાનું આયોજન કરાયું છે.