હવેના સમયે લગ્ન સમારોહમાં મસમોટા ખર્ચા કરવાનો જાણે ટ્રેન્ડ ચાલ્યો છે. લોકો લગ્નપ્રસંગોમાં બેફામ પૈસા વાપરે છે. ત્યારે સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના પ્રેસિડન્ટ ગજજી સુતરિયાએ આ ટ્રેન્ડ રોકવા માટે અને લગ્ન સમારોહ પાછળ પૈસા વેડફવાના બદલે ભણતર અને રોજગાર પાછળ ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી છે.