પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ભાવનગરના ગારીયાધરમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની હાજરીમાં બંને નેતાઓ આપમાં જોડાયા છે. આપ દ્વારા અલ્પેશ કથીરિયા વરાછા બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવી શક્યતા છે. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા.