પાકિસ્તાનમાં (Pakistan) ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફ (Shahid Latif)ની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી.
એનઆઈએએ (NIA) યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો. અગાઉ પણ અનેક આતંકીઓની પાકિસ્તાનમાં હત્યા કરાઈ હતી.