OTT પ્લેટફોર્મ પર રિલીઝ થતાં પહેલાં ‘પઠાન’માં થશે મોટા ફેરફારબોલીવૂડ એક્ટર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાન’ની ચર્ચા હાલના દિવસોમાં સોશિયલ મિડિયા પર અને દરેક જગ્યાએ થઈ રહી છે. આ ફિલ્મના ગીત બેશર્મ રંગ પર થયેલા વિવાદ પછી આ ફિલ્મના પ્રોડ્યુસર્સે ‘પઠાન’નું ટ્રેલર રિલીઝ ગયા સપ્તાહે રિલીઝ કરી દીધું હતું, જેને ફેન્સ ઘણું પસંદ કરી રહ્યા છે, પણ હવે આ ફિલ્મને લઈને નવું અપડેટ આવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે યશરાજ ફિલ્મ્સ (YRF) પ્રોડક્શનની ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવા પહેલાં તેમાં કેટલાક ફેરફાર કરવા નિર્દેશ આપ્યા છે.