Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડૉ. ધીમંત પુરોહિત

સૌજન્યઃ બીબીસી ગુજરાતી
ઇમેજ સ્રોત, GETTY IMAGES/UPGOVERNORWEBSITE

ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ (ડાબે) અને આનંદીબહેન પટેલ (વચ્ચે) અને વર્તમાન નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ
આમ તો આ જુગ જૂનો સવાલ છે પણ ગુજરાતના રાજકારણમાં આ સવાલ ફરી પુછાઈ રહ્યો છે.
'મહાજાતિ ગુજરાતી'મા ચંદ્રકાંત બક્ષી પાટીદારો માટે પ્રોફેસર વિલિયમ મોનીયરને ટાંકીને લખે છે, "કુર્મી એટલે વીર્યવાન અને શક્તિશાળી માણસ. શિવાજી પણ કુર્મી વંશમાંથી જ આવ્યા હતા. આ કુર્મીનો અપભ્રંશ એટલે કણબી." આવાં કણબી માતાઓના પેટે જન્મેલા પટેલો સ્વાભાવિકપણે જ મહેનતકશ, લડાયક અને જિદ્દી હોય.
ગુજરાતમાં પોતાનો જ મુખ્ય મંત્રી હોવો જોઈએ એવો તાલ ઠોકનારા પટેલો મૂળે ગુજરાતના નથી. રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના મતે "પટેલો મૂળે તો પંજાબના ક્ષત્રિયો હતા, તેઓ બાદમાં પંજાબથી ગુજરાત આવ્યાનું મનાય છે. સલ્તનત કાળમાં તેઓને અહીં ખેતી કરવા મોટે પાયે લવાયા."
દિલ્હી સરહદે લાંબા સમયથી અડિંગો જમાવીને બેઠેલા પંજાબના ખેડૂતોનો આક્રમક મિજાજ પાટીદારો સાથે મળતો આવે છે.
એ નેતા જેમણે ભૂમિવિહોણા પાટીદારોને જમીનદાર બનાવ્યા
હાર્દિક પટેલ ગુજરાતના રાજકારણ અને કૉંગ્રેસમાં હવે ક્યાં છે?
ચીમનભાઈ કે મોદી : સરદાર સરોવર બંધના નિર્માણનું શ્રેય કોને?
પટેલોના 'પાટીદાર બનવા'ની કહાણી
ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
ગુજરાતમાં પાટીદારો પહેલાં મોટા ભાગે ખેતીના કામ સાથે સંકળાયેલા હતા
ગુજરાતના અભ્યાસી અચ્યુત યાજ્ઞિકના મતે "સુલતાનોએ એમને આખેઆખા ગામના પટ્ટા આપ્યા એના પરથી એ પાટીદાર કહેવાયા. પટેલ એનું જ અપભ્રંશ છે."
"અમીનની પદવી પણ સલ્તનત યુગમાં જ મળી, જે આજે પણ ઘણા પટેલોની અટક છે. મરાઠા કાળમાં પટેલો પોતાના ગામની મહેસૂલનો દસ ટકા ભાગ પોતે રાખીને બાકીનો સરકારમાં જમા કરાવે એવો કાયદો હતો. એ દસ પરથી દેસાઈ અટક આવી હતી."
અચ્યુત યાજ્ઞિક ઉમેરે છે, કે "1899ના દુકાળે ગુજરાતમાં ગામોના ગામ ઉજ્જડ કરી નાખ્યાં. જોકે આ દુકાળે પટેલોના ઉત્થાનમાં અગત્યનો ભાગ ભજવ્યો. ખેતી વરસો સુધી બરબાદ થતાં પટેલોએ વેપાર અને પોતાનાં બાળકોના શિક્ષણ તરફ પહેલી વાર ધ્યાન આપ્યું."
જેનાં પરિણામો પણ મળવા શરૂ થયાં. પટેલોએ ગુજરાત છોડીને દરિયો ખેડી આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને અમેરિકા સુધી જવાનું સાહસ કર્યું.
આ મહેનતુ કોમે દૂર દેશના વેપાર-ઉદ્યોગ અને રાજકારણમાં ટૂંક સમયમાં જ એટલો દબદબો બનાવ્યો, કે પૂર્વ આફ્રિકાની ચલણી નોટો પર ગુજરાતી ભાષાને સ્થાન મળ્યું. અંગ્રેજી, પર્શિયન ઉપરાંત ગુજરાતીમાં એ નોટો પર લખાતું - 'સો રૂપિયા'.
એ 'રાજરમત' જેણે જીવરાજ મહેતાને ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી બનાવ્યા
ગુજરાતના પૉલિટિક્સમાં પટેલોનો દબદબો છતાં ફરીથી પાટીદાર મુખ્ય મંત્રીની માગ કેમ થઈ રહી છે?
જ્યારે રાતોરાત ભાગીયા મજૂરો જમીનમાલિક બન્યા
ઇમેજ સ્રોત, SHUKDEV BHACHECH
ઇમેજ કૅપ્શન,
આઝાદી બાદ ઉછંગરાય ઢેબરના 'ખેડે તેની જમીન'ના કાયદાએ આ બધા ભાગિયા પટેલોને જે ખેતરોમાં મજૂરી કરતા હતા, એના રાતોરાત માલિક બનાવી દીધા
અચ્યુત યાજ્ઞિક જણાવે છે કે "દેશમાં બધા પટેલો સધ્ધર નહોતા. સ્વાભાવિકપણે જ ગામના મુખી પટેલ તો એક જ હોય, અને બાકીના પટેલો ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કરતા હતા અને સાવ સામાન્ય સ્થિતિમાં હતા."
"આઝાદી બાદ ઉછંગરાય ઢેબરના 'ખેડે તેની જમીન'ના કાયદાએ આ બધા ભાગિયા પટેલોને જે ખેતરોમાં મજૂરી કરતા હતા, એના રાતોરાત માલિક બનાવી દીધા."
એનાથી છેલ્લી અડધી સદીમાં પટેલોની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે.
વિઠ્ઠલભાઈએ સરદારના બદલે સુભાષચંદ્ર બોઝના નામે સંપત્તિ કરી હતી?

વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પટેલ : બે રાજકારણી ભાઈ
ઇમેજ સ્રોત, TEJAS VAIDYA
ઇમેજ કૅપ્શન,
સરદાર પટેલ એક સમર્પિત જીવન પુસ્તકમાંથી સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈની તસવીર
પટેલો માટે રાજકારણ નવું નથી. ગુજરાત અને દેશના રાજકારણમાં સૌપ્રથમ અને અવ્વલ ખેડાણ કરનાર બે પટેલ ભાઈઓ હતા, વિઠ્ઠલભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલ.
એક જમાનામાં વિઠ્ઠલભાઈ મુંબઈ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા તો વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. વિઠ્ઠલભાઈ તો લેજિસ્લેટીવ ઍસેમ્બલીના પ્રથમ સ્પીકર પણ બનેલા.
બંને ભાઈઓએ પછી અંગ્રેજો સામેના સ્વાતંત્ર્યજંગમાં ઝુકાવ્યું, બારડોલીના સત્યાગ્રહે વલ્લભભાઈને સરદાર બનાવ્યા.
દેશની આઝાદીની ક્રૅડિટ ગાંધી સહિત અનેક નેતાઓ અને દેશના લોકોને જાય છે, પણ 562 રજવાડાંના વિલીનીકરણથી એક ભારત બનાવવાનો શ્રેય તો માત્ર દેશના નાયબ વડાપ્રધાન સરદાર પટેલને નામે જ છે.
દિલ્હીમાં રહ્યા રહ્યા સરદાર પટેલ ગુજરાત કૉંગ્રેસ પર પણ એકચક્રી શાસન કરતા, આજે નવાઈ લાગે પણ એ વખતે મુખ્ય નેતૃત્વ માટે સરમુખત્યાર શબ્દ આદરથી વપરાતો હતો.
સરદારના ગયા બાદ એ 'સરમુખત્યારશાહી' મોરારજી દેસાઈને મળી. તેઓ દેસાઈ ખરા પણ પટેલ નહીં, એ દક્ષિણ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ હતા. મોરારજી દેસાઈ પહેલા ગુજરાતી વડા પ્રધાન બન્યા, આ બાબતમાં એમણે નરેન્દ્ર મોદીને પહેલા ના બનવા દીધા.
મૃત્યુના એક વર્ષ પહેલાંનો એ ગોઝારો અકસ્માત જેમાં સરદાર પટેલ માંડ બચ્યા
ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતમાં ‘આપ’નો પાયો કઈ રીતે મજબૂત કરશે?
ચીમનભાઈ પટેલ : ઇંદિરા ગાંધી સામે શિંગડાં ભરાવનાર મુખ્ય મંત્રી
ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
ચીમનભાઈ પટેલનો રાજકારણમાં પ્રવેશ 'અ બુલ ઇન ધ ચાઇના શૉપ' જેવો હતો, એમણે ઇંદિરા ગાંધી જેવાં નેતા સામે શિંગડાં ભરાવેલાં
સરદારના ગયા પછી ગુજરાતના રાજકારણમાં બે દાયકા સુધી પટેલ નેતૃત્વનો શૂન્યાવકાશ રહ્યો, 70ના દસકામાં પ્રગટ્યા ચીમનભાઈ પટેલ.
એમનો પ્રવેશ 'અ બુલ ઇન ધ ચાઇના શૉપ' જેવો હતો. એમણે ઇંદિરા ગાંધી જેવાં નેતા સામે શિંગડાં ભરાવેલાં. એમણે તોડફોડના રાજકારણનું જે પંચવટીકરણ કર્યું, એ આજ સુધી ચાલે છે.
ખરેખર તો દેશમાં ધારાસભ્યોનાં ખરીદ-વેચાણ, પક્ષાંતર અને રિસોર્ટ પૉલિટિક્સના જનક ચીમનભાઈ પટેલ છે.
ગુજરાતી પ્રજાના માનસ અને રાજકારણને સમજવા ચીમનભાઈ પટેલ એક કેસ-સ્ટડી છે. 1974ના નવનિર્માણ આંદોલનમાં ગુજરાતીઓએ એમને પાદપ્રહારથી પદભ્રષ્ટ કર્યા હતા.
તેઓ એટલા ધિક્કારને પાત્ર બન્યા કે વર્ષો સુધી ગુજરાતીઓએ એમનાં બાળકોનાં નામ ચીમન નહોતાં રાખ્યાં.
આ જ પ્રજાએ 1990માં આ જ ચીમનભાઈ પટેલને ફરી ગુજરાતના મુખ્ય મંત્રી બનાવ્યા, એનું નામ પટેલ. ચીમનભાઈ અકાળે ગુજરી ગયા, જો થોડું લાંબુ જિવ્યા હોત તો જનતા દળમાંથી દેવગૌડાની જગ્યાએ ચીમનભાઈ દેશના વડા પ્રધાન બન્યા હોત.
વલ્લભ ઝવેરભાઈ પટેલથી સરદાર પટેલ બનવા સુધીની કહાણી
સ્થાનિકસ્વરાજ ચૂંટણીનું પરિણામ હાર્દિક પટેલ માટે તક છે કે નવી રાજકીય આફત?
કેશુભાઈ પટેલ : કૉંગ્રેસને ખૂણામાં હડસેલનાર મુખ્ય મંત્રી
ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
કેશુભાઈ પણ બે વખત ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા
આવા બીજા પટેલ વર્ષ 1995માં આવ્યા - કેશુભાઈ પટેલ. એમણે ગુજરાતમાં 35 વર્ષથી એકચક્રી શાસન કરતી કૉંગ્રેસને એવી ખૂણામાં હડસેલી દીધી કે એ હજી 25 વર્ષે પણ ઊભી નથી થઈ શકી.
કેશુભાઈ પણ બે વખત મુખ્ય મંત્રી બનેલા, એમ તો બાબુભાઈ જશભાઈ પટેલ જેવા સજ્જન પટેલ પણ બે વખત મુખ્ય મંત્રી બનેલા. આનંદીબહેન પટેલ એક જ વખત મુખ્ય મંત્રી બની શક્યાં, ગુજરાતને કુલ ચાર પટેલ મુખ્ય મંત્રી મળ્યાં.
આમ તો આ ચારેય લેઉઆ પટેલ પણ હવે પટેલો એ જ કડવા - લેઉઆનો ભેદ ભૂલી જવાનું ક્રાંતિકારી એલાન કર્યું છે, એટલે આપણે એમને લેઉઆ નહીં કહીએ. આ ચારેય પટેલ મુખ્ય મંત્રીઓમાં વધુ એક સામ્ય એ કે ચારેમાના એકેય રાજકીય ખટપટને કારણે એમની ટર્મ પૂરી કરી ના શક્યાં.
આ ચાર પટેલ મુખ્ય મંત્રીઓની ખાસિયત એ કે એમાંનાં એકે પણ એમ નહોતું કીધું કે અમે પટેલ છીએ, એટલે અમને મુખ્ય મંત્રી બનાવો. એ એમનાં બાવડાંના બળે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યાં હતાં.
એક બીજા મજબૂત પોલિટિકલ પટેલના ઉલ્લેખ વગર આ યાદી અધૂરી છે. વિદ્યાનગરી વલ્લભવિદ્યાનગરના જનક ભાઈલાલભાઈ પટેલ. ભાઈકાકા ગુજરાતના કમનસીબે સ્વતંત્ર પક્ષમાંથી વિપક્ષમાં જ રહ્યા અને મુખ્ય મંત્રી ના બની શક્યા. એ જો મુખ્ય મંત્રી બન્યા હોત તો ગુજરાત આજે છે, એના કરતાં વધુ શિક્ષિત, સંસ્કારી અને ઉદ્યમી હોત.
કેશુભાઈ પટેલ: રાજકોટ સુધરાઈથી ગુજરાતના મુખ્ય મંત્રી અને પદ્મભૂષણ સન્માન સુધીની સફર
શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણના 'બાપુ' કેવી રીતે બન્યા?
પટેલ અને અનામતવિરોધી આંદોલન
ઇમેજ સ્રોત, TWITTER@INCINDIA
ઇમેજ કૅપ્શન,
2015માં અનામત મેળવવા આંદોલન કર્યું અને આનંદીબહેન 'પટેલ'ની જ સરકાર ઉથલાવી દીધી
પટેલો ઉદ્યમી ખરા પણ એટલા જ ઊડઝૂડિયા, ગુજરાતમાં એમણે 1981 અને 85માં બબ્બે અનામતવિરોધી આંદોલનો કર્યાં અને 149 બેઠકોની ઐતિહાસિક બહુમતીવાળી માધવસિંહ સોલંકી સરકારને ઘર ભેગી કરી.
આ જ પટેલોએ 30 વર્ષ પછી 2015માં અનામત મેળવવા આંદોલન કર્યું અને આનંદીબહેન 'પટેલ'ની જ સરકાર ઉથલાવી દીધી.
અત્યારના પટેલો કહે છે, 'મુખ્ય મંત્રી અમારા પટેલોમાંથી જ બનવા જોઈએ'. ચીમનભાઈ, બાબુભાઈ, કેશુભાઈ કે આનંદીબહેન પટેલોને જ મુખ્ય મંત્રી બનાવો કહીને મુખ્ય મંત્રી નહોતાં બન્યાં.
ગુજરાત પર રાજ કરી ગયેલા એમના પૂર્વસૂરીઓ અને આ લોકોમાં આ જ ફરક છે. કોઈનાં પ્યાદાં બનનારા માણસો કદી રાજા બની શકતા નથી. કૌટિલ્યે આ ન કીધું હોય તો પણ રાજકારણનો આ પાયાનો નિયમ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ